૧૦૦ એક્ટીવીટી

૧૦૦ એક્ટીવીટી

ડાઉનલોડ કરો અને એકસાથે ૧૦૦ એક્ટીવીટીની મઝા માણો

રોમન અંકો ૧ થી ૧૦

રોમન અંકો ૧ થી ૧૦

ડાઉનલોડ કરો અને બાળકોને રોમન અંકોનો ખ્યાલ આપો

૧૧ થી ૨૦ ના ઘડિયા

૧૧ થી ૨૦ ના ઘડિયા

ડાઉનલોડ કરો અને બાળકોને શીખવો સાથે બાળકોની ટેસ્ટ પણ લઈ શકશો

૧ થી ૧૦ ના ઘડિયા

૧ થી ૧૦ ના ઘડિયા

ડાઉનલોડ કરો અને બાળકોને શીખવો સાથે ઘડિયાની ટેસ્ટ પણ લઈ શકશો

૧ થી ૧૦૦ સુધી (એકડા) (અંગ્રેજીમાં)

૧ થી ૧૦૦ સુધી (એકડા) (અંગ્રેજીમાં)

ડાઉનલોડ કરો અને બાળકોને અંગ્રેજીમાં ૧ થી ૧૦૦ સુધી શીખવો

સરવાળો,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર વિશેની માહિતી

સરવાળો,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર વિશેની માહિતી

ડાઉનલોડ કરો અને બાળકોને સરવાળો,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર સરળતાથી શીખવો

જુદા જુદા કલર વિશેની માહિતી

જુદા જુદા કલર વિશેની માહિતી

ડાઉનલોડ કરો અને કલર વિશે બાળકોને માહિતી આપો

ઋતુઓ,મહિનાઓ,વાર વિશેની માહિતી

ઋતુઓ,મહિનાઓ,વાર વિશેની માહિતી

ડાઉનલોડ કરો અને બાળકોને શીખવો

ઘડિયાળની સમજૂતિ બાળકોને આપો

ઘડિયાળની સમજૂતિ બાળકોને આપો

ડાઉનલોડ કરો, બાળકોને ઘડિયાળની સમજૂતિ આપો, સાથે અવાજ પણ ખરો

શરીરના અંગો

શરીરના અંગો

ડાઉનલોડ કરો, શરીરના અંગોને જાણો, સાથે અવાજ પણ ખરો

Animals

Animals

ડાઉનલોડ કરો,  પ્રાણીઓ ઓળખો,  સાથે અવાજ પણ ખરો

A TO Z Alphabate

A  TO  Z  Alphabate

ભારતનો નકશો

ભારતનો નકશો

ડાઉનલોડ કરો અને રાજ્યોને પોતાની જગ્યાએ ગોઠવો

ચાલો જાણીએ રાણી લક્ષ્મીબાઈ વિશે

* જન્મ : ૧૯/૧૧/૧૮૩૫

* બાળપણનું નામ : મનુબાઈ

* હુલામણું નામ : છબીલી

* માતાનું નામ : ભાગીરથીબાઈ

* પિતાનું નામ : મોરોપંત તાંબે

* મનુમાં રહેલા ગુણો : સુશીલ, ચતુર, ગુણવતી, સ્વરૂપવાન, તેજસ્વી, ચપળ, ચબરાક, સ્વાભિમાની, કુશાગ્ર બુદ્ધિ, નીડર, કોમળ, ઉદાર, દયાવાન, મહાલક્ષ્મીની ભકત…

* માતાનું મૃત્યુ : મનુબાઈ ચાર વર્ષની હતી ત્યારે

* તાલીમ : તલવારબાજી, ઘોડેસવારી, નિશાનેબાજી-તીર અને બંદૂકથી નિશાન તાકવું

* બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યું : એક દિવસ બિઠુરમાં ઝાંસીનો એક બ્રાહ્મણ તાત્યા દીક્ષિત આવી પહોંચ્યો. તેણે મનુને જોઈ. તેનું સૌંદર્ય કુશાગ્રતા અને ચપળતાએ તેને વિચાર કરતો કર્યો. તેની જન્મપત્રિકા પણ તેણે જોઈ ને ભવિષ્ય ભાખ્યું કે તે કોઈક જગ્યાએ રાણી થશે.

* લગ્ન : મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયાં ત્યારે ગંગાધરરાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુની ઉંમર ફકત ૧૩-૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધરરાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની.

* પતિનું નામ : ગંગાધરરાવ

* પુત્રનો જન્મ : ઈ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો.

* પુત્રનું મૃત્યુ : ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઈનું બાળક અવસાન પામ્યું.

* દત્તક પુત્ર : સન ૧૮૫૩માં ગંગાધરરાવ અને લક્ષ્મીબાઈએ આનંદરાવ નામનો તેમની જ્ઞાતિનો એક બાળક દત્તક લીધો.

* દત્તકવિધિ : ધાર્મિકવિધિ પ્રમાણે આનંદરાવનો દત્તકવિધિ થયો અને તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું.

* પતિનું મૃત્યુ : સન ૧૮૫૩માં ગંગાધરરાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઈ વિધવા થઈ.

* રાણી લક્ષ્મીબાઈએ વારસ માટે કરેલ અરજીનો ડેલહાઉસીએ આપેલ જવાબ : સન ૧૮૫૩માં એક દિવસ ડેલહાઉસીનો હુકમ આવ્યો. કંપની સરકાર સ્વ.ગંગાધરરાવના વારસ તરીકે દામોદરરાવને દત્તક લેવાનો કોઈ અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઈ ચૂકયો છે. રાણીએ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં જઈને વસવાટ કરવો. માસિક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે આ હુકમનામું વંચાયું ત્યારે રાણી અવાક થઈ ગઈ.

* રાણીનો વળતો જવાબ : હું મારી ઝાંસી કદાપિ નહિ સોંપું.

* રાણીની દિનચર્યા : રાણી સવારે પાંચ વાગે ઊઠતી, અત્તરના સુગંધિત પાણીથી નહાતી, ચંદેરીની શ્વેત સાડીમાં તૈયાર થઈ પ્રાર્થના કરતી, પછી તેના સરદારો અને દરબારીઓ તેને સલામ ભરવા આવતા, રાણીની યાદશકિત એટલી તીવ્ર હતી કે ૭૫૦ સરદારોમાંથી જો એકાદ ગેરહાજર હોય તો તેની બીજે જ દિવસે પૂછપરછ થતી, રાણી ભોજન લેતી, થોડો સમય આરામ કરતી, આરામ કર્યા પછી તે રામનામનો જાપ કરતી, સાંજે તે કસરત કરતી, પછી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતી અને ઈષ્ટદેવની પ્રાર્થના કરતી, રાત્રી ભોજન કરતી આ બધી જ દિનચર્યા વ્યવસ્થિત અને કડક નિયમમાં થતી.

* ઘોડાની પસંદગી : કાઠિયાવાડી સફેદ ઘોડા

* કેશમુંડન અને ભીષ્મપ્રતિજ્ઞા : મહારાષ્ટ્રમાં વિધવા સ્ત્રીઓ કેશમુંડન કરાવતી. રાણીએ કાશી જઈ કેશમુંડન કરાવવાનો વિચાર કર્યો. આ પ્રવાસ માટે અંગ્રેજ સરકારની મંજૂરી મેળવવાની હતી, તે તેને ન મળી ત્યારે રાણીએ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે જયારે હિન્દુસ્તાનને સ્વરાજય મળશે ત્યારે જ હું કેશમુંડન કરાવીશ, નહિ તો સ્મશાનમાં અગ્નિદેવ મુંડન કરશે.

* રાણીનો ઘોડેસવારી સમયનો પોષાક : રાણી જયારે ઘોડેસવારી કરતી ત્યારે પુરુષનો પોષાક પહેરતી. તે માથા પર લોખંડમો ટોપ પહેરતી. તેના પર હવામાં એક છેડો ફરફરતો રહે તેવો ફેટો પહેરતી. ઢાલ પણ પહેરતી. તે પાયજામો પહેરતી. ઢાલની ઉપર અંગરખું અને તેના પર કમરપટો બાંધતી. બંને બગલમાં તે પિસ્તોલ અને કટાર રાખતી. અને કમરપટાના બંને બાજુ તલવારો રાખતી.

* ઝાંસીમાંજ બળવો : ઝાંસીનું રાજય એક અબળા સ્ત્રીના હાથમાં છે એમ માની રાજયના એક ભાગમાંથી સદાશિવરાવે બળવો કર્યો. રાણીએ તરતજ ત્યાં પહોંચી જઈ બળવાખોરને દાબી દીધો.

* જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું : જનરલ રોઝ લશ્કરની એક ટુકડી લઈ ઝાંસી આવી પહોંચ્યો. તેણે રાણીને નિ:શસ્ત્ર પોતાની સહેલીઓ સાથે મળવા બોલાવી. પરંતુ મહારાણી લક્ષ્મીબાઈએ તેનો અસ્વીકાર કર્યો. અને પ્રત્યુત્તર પાઠવ્યો કે તે પોતાના લશ્કરની સાથે જ મળી શકશે. આથી ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું.

* રાણીએ જાતે ઉપાડયા શસ્ત્રો : જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ છે પોતાના ૪૦૦૦ સૈનિકોમાંથી ૪૦૦ જેટલાં જ બચી શકયા છે. ત્યારે રાણીએ પોતાના દરબારીઓને બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા. અને કહ્યું – હવે કિલ્લો પણ મજબૂત રહ્યો નથી તેથી આપણે આ સ્થળ છોડી દેવું જોઈએ. સૌએ કબૂલ્યું. રાણી પોતાના યોદ્ધાઓ સાથે ઝાંસી છોડી દુશ્મનની છાવણી પાસેથી ચાલી નીકળી. ત્યારે વોકર નામના એક અંગ્રેજ અમલદારે તેને ઓળખી લીધી અને તેનો પીછો કર્યો. લડાઈમાં તે ઘવાયો અને તેણે પીછેહઠ કરી. રાણીનો ઘોડો મરાયો પણ રાણી જરા પણ નિરાશ ન થઈ. ત્યાંથી તે કાલ્પી પહોંચી. તાત્યાટોપે અને રાવસાહેબને મળી. રાણીનું લશ્કર ઘણું નાનું હોવા છતાં સરદારોની તથા રાણીની હિંમત અને યુદ્ધનીતિથી અંગ્રેજોને હાર મળી. રાણીની કુશળતાએજ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી.

* અંગ્રેજ લશ્કરે રાણીને ઘેરી : બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણીએ બંને હાથે તલવારો વીંઝવા માંડી. થોડા પઠાણ સરદારો, રઘુનાથસિંહ, રામચંદ્રરાવ દેશમુખ વગેરે રાણી લક્ષ્મીબાઈની સાથે જ હતા. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. લોહીની નદીઓ વહેવા માંડી, આકાશ રકતરંગી બન્યું. એક અંગ્રેજ સૈનિક રાણીની નજીક આવ્યો. અને તેની છાતીમાં તલવાર ભોંકી. રાણીએ સામો પ્રતિકાર કર્યો. અને તે સૈનિકને મારી નાખ્યો. રાણીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. પરંતુ અત્યારે આરામ કરવાનો સમય ન હતો.

* અંગ્રેજ લશ્કરે કર્યો પીછો : રાણી સ્વર્ણરેખાની નહેર ઓળંગવાની તૈયારીમાં હતી ત્યારે એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી. ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો. બીજો અંગ્રેજ સૈનિક તેની પાછળ પડયો હતો. તેને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઈ ગયો. રાણી આટલી બધી ઘવાઈ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર વડે તેણે તે સૈનિકનો હાથ કાપી નાખ્યો.

* ઘવાયેલ રાણીને બાબા ગંગાદાસને ઘેર લઈ જવાઈ : લોહીથી નીતરતી રાણીને ઘોેડા પરથી ઉતારવામાં રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે મદદ કરી. રામચંદ્રરાવે રડતાં બાળક દામોદરરાવને પોતાના ઘોડા પર લીધો. રાણીને પોતાના ખોળામાં લીધી. અને બાબા ગંગાદાસના ઘર તરફ ઝડપથી પ્રયાણ કર્યું. રઘુનાથ અને ગુલમહંમદ તેઓને અનુસર્યાં. અંધકારમાં પણ બાબા ગંગાદાસે રાણીનો લોહી નીતરતો ચહેરો ઓળખી કાઢયો. તેમણે તેના મુખને પાણીથી ધોયું. તેના મુખમાં પવિત્ર ગંગાજળ મુકયું. રાણીને થોડી શાંતિ થઈ. અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા : હરહર મહાદેવ ને પછી તે બેભાન બની ગઈ.

* રાણીના મૃત્યુસમયના અંતિમ શબ્દો : વાસુદેવ હું વંદન કરું છું. આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું.

* કેટલા વર્ષનું આયુષ્ય : ૨૨ વર્ષના અલ્પાયુષ્યમાં રાણી લક્ષ્મીબાઈ અંધકારભરી રાત્રીમાં વીજળીના જેવો તેજલિસોટો પાથરી અદ્રશ્ય થઈ ગઈ.

* જનરલ રોઝની રાણીને અંજલિ : બળવાખોરોમાં સૌથી વધુ બહાદુર અને મહાન સરદાર રાણી જ હતી.

* યાદ રાખો : રાણી સ્વરાજય માટે લડી, સ્વરાજય માટે મરી અને સ્વરાજયના પાયામાં પથ્થર બની.

સંકલન : ભરત ચૌહાણ

ચાલો જાણીએ રામકૃષ્ણ પરમહંસ વિશે

* જન્મ : ૧૮/૦૨/૧૮૩૬

* જન્મસ્થળ : કામારપુકુર

* મૂળનામ : ગદાધર

* રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર

* માતાનું નામ : ચંદ્રમણિ

* પિતાનું નામ : ખુદીરામ

* પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ

* દાદાનું નામ : માણિકરામ

* ભાઈઓના નામ : રામકુમાર, રામેશ્વર

* બહેનોના નામ : કાત્યાયની, સર્વમંગલા

* સ્વભાવ : ચંચળ, હસમુખા, સ્ત્રી સહજ કોમળતા, માધુર્યના ગુણો સ્વભાવમાં હતા.

* અન્નપ્રાશન સંસ્કાર : ગદાધર છ માસનો થયો ત્યારે આ પ્રસંગ આવ્યો. મોટો સમારોહ કરી બ્રાહ્મણોને જમાડવાનું ગરીબ ખુદીરામનું ગજું ન હતું પરંતુ ભગવાનની કૃપાથી આ પ્રસંગ ધામધુમપૂર્વક પાર પડયો.

* વિદ્યારંભવિધિ : ગદાધર ચાર વર્ષ પૂરાં કરી પાંચમા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ખુદીરામે શાસ્ત્રવિધિ પ્રમાણે તેનો વિદ્યારંભવિધિ કર્યો. અને તેને નિશાળે મૂકયો.

* શોખ : ગીત, સંગીત, પાત્રોના અભિનય, કથા સાંભળવી, રામલીલા જોવી.

* પિતાજીનું મૃત્યુ : ગદાધરની સાત વર્ષની વયે પિતા ખુદીરામનું અવસાન થયું.

* જનોઈ સંસ્કાર : ગદાધર દસ વર્ષનો થયો એટલે તેનો જનોઈ સંસ્કાર કરવામાં આવ્યો. સને ૧૮૪૫માં આ સમારંભ થયો અને તેને ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં આવી.

* નોકરી : દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં દેવીને અલંકાર પહેરાવવા.

* શકિતમંત્રની દીક્ષા : પ્રખ્યાત તાંત્રિક કેનારામ ભટ્ટાચાર્ય પાસે રામકુમારે ગદાધરને શકિતમંત્રની દીક્ષા લેવડાવી.

* સાધનાનું સ્થળ : દક્ષિણેશ્વરમાં મંદિરની ઉત્તરે આવેલો ભાગ પંચવટીના નામે ઓળખાતો. એ પંચવટીની ચારેબાજુ જંગલ હતું ગીચ ઝાડી હોવાથી દિવસે પણ ત્યાં અંધારું રહેતું. ભૂતપ્રેતનો ત્યાં વાસ છે એવી લોકવાયકાને કારણે દિવસે પણ ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહીં. ગદાધરે આ પંચવટીને પોતાની સાધના માટે પસંદ કરી. આંબલીના વિશાળ વૃક્ષ નીચે તે બપોરે તથા રાતે ધ્યાન કરતા.

* લગ્ન : ૧૮૫૯માં ગદાધર ત્રેવીસ વર્ષના થઈ ચૂકયા હતા. એમને સાંસારિક બાબતોમાં રસ લેતા કરવા માટે ચંદ્રમણિએ ગદાધરને પરણાવી દેવાનું નક્કી કર્યું. પોતાનાથી અઢાર વર્ષ નાની પાંચ વર્ષની શારદા સાથે ગદાધરનાં લગ્ન થયાં.

* પત્નિનું નામ : શારદામણિ

* સાધનાનો નવો તબક્કો : સને ૧૮૬૧માં દક્ષિણેશ્વરમાં યોગેશ્વરી નામક સંન્યાસિની (જે ભૈરવી બ્રાહ્મણીના નામથી ઓળખાતી હતી) ના આગમન સાથે ગદાધરની સાધનાનો નવો તબક્કો શરૂ થયો. ગદાધરની તાંત્રિક સાધનાઓની વિશેષતા એ હતી કે તેઓ લગભગ બધી તાંત્રિક કિયાઓ ત્રણ ત્રણ દિવસમાંજ પૂર્ણ કરી દેતા હતા.

* સંન્યસ્ત દીક્ષા : સને ૧૮૬૪ના અંતભાગમાં એક દિવસ દક્ષિણેશ્વરમાં એક દીર્ઘકાય જટાધારી દિગમ્બર સંન્યાસી આવી પહોંચ્યા. એમનું નામ હતું પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી તોતાપુરી. તોતાપુરીએ ગદાધરને કહ્યું હું તને વેદાંતનું જ્ઞાન આપીશ અને સાધનાના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશ. ગદાધરે જવાબ આપ્યો મારે માને પૂછવું પડે. તેમને માને પૂછયું. માએ રજા આપી. આ જાણી તોતાપુરી પ્રસન્ન થયા. તોતાપુરીએ કહ્યું અદ્વૈત વેદાંતનો અભ્યાસ અને શાસ્ત્રવિહિત સાધના શરૂ કરતાં પૂર્વે વિધિવત સંન્યસ્ત દીક્ષા લેવી પડે. પોતાની વૃદ્ધમાતાને દુ:ખ ન થાય તે માટે ગદાધરે ગુપ્તપણે દીક્ષા લેવાની તૈયારી બતાવી. રાત્રિના અંતિમ પ્રહરે ગુરુ-શિષ્ય પંચવટીના ધ્યાનખંડમાં પ્રવેશ્યા. શિખા અને યજ્ઞોપવીતનું વિધિપૂર્વક વિસર્જન કર્યા પછી સંન્યાસી જીવનનાં પ્રતીક સમાં કૌપીન અને ભગવુંવસ્ત્ર ગદાધરે આનંદપૂર્વક અંગીકાર કર્યા. ત્યારબાદ તોતાપુરીએ ગદાધરને નવું નામ આપ્યું. તારું નામ શ્રીરામકૃષ્ણ અને પદવી પરમહંસ.

* વિવિધ ધર્મની સાધના : સને ૧૮૬૬ના અંતભાગમાં ગોવિંદરામ નામક એક અરબી ફારસીના પંડિતની મદદથી રામકૃષ્ણે ઈસ્લામ ધર્મની સાધના કરી પયગંબરના દર્શન કર્યાં. નવેમ્બર ૧૮૭૪માં શંભુચરણ રામકૃષ્ણને બાઈબલ વાંચી સંભળાવતા. ધીમે ધીમે તેમને ઈસુ ખ્રિસ્તના ચરિત્રનો તથા ખ્રિસ્તી ધર્મનો પરિચય થવા લાગ્યો. થોડા દિવસ પછી રામકૃષ્ણને ઈસુએ દર્શન આપ્યાં, આલિંગન આપ્યું અને એમનામાં સમાઈ ગયા.

* સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ : સને ૧૮૭૪ના અંત સુધીમાં રામકૃષ્ણએ પોતાના સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ કરી અને એમને જ્ઞાનવૃક્ષનાં ત્રણ સુંદર ફળ કરુણા, ભકિત અને ત્યાગ પ્રાપ્ત થયાં.

* શિષ્યવૃંદ : કેશવચંદ્ર સેન, રામચંદ્ર દત્ત, મનમોહન મિત્ર, રામચંદ્ર દત્તનો નોકર લાટુ, રામાલચંદ્ર ઘોષ, ગોપાલચંદ્ર ઘોષ, નરેન્દ્રનાથ દત્ત (વિવેકાનંદ), મહેન્દ્રનાથ ગુપ્ત, યોગીન્દ્રનાથ ચૌધરી, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અશ્વરચંદ્ર સેન, શશીભૂષણ, શરદચંદ્ર ચકવર્તી, હરિનાથ ચટ્ટોપાધ્યાય, હરિપ્રસન્ન ચટ્ટોપાધ્યાય, ગંગાધર ઘટક, ગિરીશચંદ્ર ઘોષ, કાલીપ્રસાદચંદ્ર, સુબોધ ઘોષ, પૂર્ણચંદ્ર ઘોષ…

* નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ને સોમવાર વહેલી પરોઢ

* ગાંધીજીના મતે રામકૃષ્ણ : રામકૃષ્ણના જીવનની કથા એ આચરણમાં ઊતરેલા ધર્મની કથા છે. તેમનું ચરિત્ર આપણને ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન કરવાને શકિતમાન બનાવે છે.

* એક પ્રસંગ : એક દિવસ ગદાધર પોતાના વરંડામાં આંટા મારી રહ્યા હતા. મથુરબાબુ એ વખતે પોતાના ઓરડામાં બેસી કંઈ કામ કરતા હતા. એટલામાં અચાનક મથુરબાબુ પાગલની જેમ દોટ મૂકીને આવ્યા અને ગદાધરના ચરણોમાં પડી બાળકની જેમ રડવા લાગ્યા. થોડીવાર પછી પોતાના વર્તનનો ખુલાસો કરતાં તેમણે કહ્યું. તમે વરંડામાં આંટા મારતા હતા એ હું જોતો હતો. આજે તમારામાં મને અદ્ભુત દર્શન થયાં. તમે જયારે એકબાજુ જતા હતા ત્યારે મને જગદંબા સ્વરૂપે દેખાતા હતા અને બીજી બાજુ જતા હતા ત્યારે શિવ સ્વરૂપે દેખાતા હતા. ઘડીભર તો મને લાગ્યું કે મારો ષ્ટિભ્રમ હશે. પરંતુ મેં આંખો ચોળીને ફરી જોયું તો પ્રત્યેક વખતે મને એવું જ જોવા મળ્યું.

* દક્ષિણેશ્વર મંદિરનું નિર્માણ : કલકત્તાના જાનબજાર નામક લત્તામાં રામચંદ્રદાસ નામના ધનાઢય જમીનદારની વિધવા રાણી રાસમણિ રહેતી હતી. સ્વપ્નમાં દેવીનો આદેશ થવાથી તેણે જમાઈ મથુરબાબુ સાથે મસલત કરી કલકત્તાથી ઉત્તરે છ કિલોમિટર દૂર ગંગાકિનારે નદીને પૂર્વકાંઠે દક્ષિણેશ્વરમાં સાઠ વીઘા જમીન સને ૧૮૪૧ની ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ૬૦,૦૦૦ રૂપિયામાં ખરીદી અને તેના પર નવચૂડાથી શોભતું વિશાળ કાલીમંદિર, બાર શિવમંદિરો, રાધાકાન્તનું મંદિર, સભામંડપ વગેરે બંધાવ્યા. સને ૧૮૫૫ના મેની ૩૧મી તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગદાધરના ભાઈ રામકુમારે આયુષ્યના અંત સુધી પૂજારીપદ નિભાવ્યું હતું.

સંકલન : ભરત ચૌહાણ

વધુ જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

http://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8

http://bhajanamrutwani.wordpress.com/category/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8/

http://www.ramakrishna.org/rmk.htm

http://rupen007.wordpress.com/2010/02/18/ramkrishnaparamhans/

http://abhyaskram.blogspot.in/2012/02/18.html

http://heenaparekh.com/2011/03/06/paramhans-na-moti/

http://www.sandesh.com/article.aspx?newsid=35095

http://www.divyabhaskar.co.in/article/DGUJ-1392776-2122344.html

http://desais.net/das/%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A7%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/2012041712456/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%AA/

http://www.hukonchu.com/index.php?option=com_content&view=article&id=1117%3A2010-11-26-05-51-55&catid=63%3A2010-11-14-05-47-42&Itemid=121&lang=gu